Kaprada Education Group
Coaching Class
મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલ કપરાડા તાલુકો પછાત વિસ્તાર તરીકે આજે પણ ઓળખાય છે. અહીંના વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન વિશે જાણતા નથી. આ ઉપરાંત આર્થિક પરિસ્થિતિ કમજોર હોવાને કારણે અહીંના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી. આવા સંજોગોમાં દ્વારા KEG દ્વારા સરકારી પરીક્ષાના વિનામૂલ્ય કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કપરાડાના મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય રહ્યા છે.
ગાંધીનગર, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાંથી આવતા ફેકલ્ટીઓના લેક્ચરનું આયોજન કપરાડા ખાતે કરવામાં આવે છે. જેની મોંઘી ફ્રી ગ્રુપ વતી ચૂકવવામાં આવે છે.
Mok Test
કોચિંગ ક્લાસ ઉપરાંત અહીં આવતા સ્પર્ધકોની પરીક્ષા ખરા અર્થમાં થાય અને તેઓ સરકારી નોકરી મેળવવામાં સફળ નિવડે તે માટે સમયાંતરે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. હમણાં સુધી પોલીસ કોન્સ્ટેબલની કુલ- ૮ (આઠ), પંચાયત ક્લાર્ક અને તલાટી ક્રમ મંત્રીની- ૫ (પાંચ) તથા ફોરેસ્ટ બીટગાર્ડની- ૨ (બે) મોક ટેસ્ટ યોજાઈ છે. મોક ટેસ્ટ બાદ પેપર સોલ્યુશન કરાવવામાં આવે છે. ત્યારબાદ પરિણામ જાહેર કરીને તુલનાત્મક અભ્યાસ કરાવવામાં આવે છે.
Library
કપરાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો ને 25 વર્ષ કરતાં વધુ સમય થયો તેમ છતાં અહીં કોઈ અધ્યતન લાઈબ્રેરી અસ્તિત્વમાં ન હતી. KEG ની સ્થાપના થવાની સાથે જ લોકફાળાની દ્વારા એક પદ્ધતિસરની "બિરસા મુંડા લાઈબ્રેરી" સ્થાપિત કરવા આવેલ છે.
દૈનિક વર્તમાનપત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો તથા મેડિસન- યોગાસનના પુસ્તકોના આકર્ષણ વચ્ચે લાઈબ્રેરીના વાચકોની સંખ્યા દિન - પ્રતિદિન વધી રહી છે.
Education Seminar
તાલુકાના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર વિશે સાચી દિશામાં માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી KEG દ્વારા અવારનવાર સેમિનારનું આયોજન કરવમાં આવે છે.
સરકારી નોકરી અંગેની પરીક્ષાની તૈયારી કેવી કરવી, કઈ પરીક્ષા માટે શું વાંચવું, સિલેબસના આધારે પ્રેકટીસ કી રીતે કરવી, અને મોક ટેસ્ટનું શું મહત્વ તે અંગેની વિસ્તૃત ચર્ચા સેમીનારમાં કરવામાં આવે છે.
ઉપરાંત તાલુકાની દરેક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કોલેજ પર જઈને સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષણ પર વ્યાખ્યાયન યોજવામાં આવે છે.
Physical Training
પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ બીટ ગાર્ડ, આર્મી જેવી નોકરી માટે શારીરિક ક્ષમતા પાસ કરવી જરૂરી હોય છે. તેની પ્રેક્ટિસ વ્યવસ્થિત થાય તે હેતુથી ગ્રુપ દ્વારા દર વર્ષે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે. પરીક્ષાના માપદંડ અનુસાર રનીંગ માટે 800 મીટર અને ૧૬૦૦ મીટર નું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે.
ફિઝિકલ તાલીમમાં દોડ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળાફેક પુલ અપ અને શારીરિક ક્ષમતા સંબંધિત તમામ પ્રેક્ટિસ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. ભાઈઓ અને બહેનો માટે અલગ સેશનનું આયોજન કરવામાં આવે છે.
Plantation
શૈક્ષણિક કાર્યો ઉપરાંત KEG સમયાંતરે સમાજપયોગી ઈત્તર પ્રવૃતિઓ પણ હાથ ધરે છે. કપરાડા તાલુકાની હરયાલી કાયમ માટે ટકી રહે થા પ્રકૃતિનું જતન થાય તે હેતુથી અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.
આબોહવા અનુરૂપ સાગ, સાલ, સીલમ, મહુડો, આસોપાલવ, લીમડો, વડ જેવા વૃક્ષોનું વાવેતર દર ચોમાસામાં કરવામાં આવે છે. આ પ્રવૃતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ મળીને હાથ ધરવામાં આવે છે.
Sneh Milan
કપરાડા જેવા પછાત ગણાતા વિસ્તારમાં શૈક્ષણિક જાગરૂકતા કેળવાઈ તથા આ શૈક્ષણિક ગ્રુપમાં વિશાળ સંખ્યામાં અધિકારીઓ તથા પદાધિકારીઓનો સહકાર મળી રહે તે હેતુથી તા./૨૫/૦૩/૨૦૨૨ નાં રોજ તાલુકાના મુખ્ય મથકે સાર્વજનિક કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જેમાં સરપંચ, ઉપ સરપંચ, ગ્રામ પંચાયત સભ્ય, તાલુકા અને જીલ્લા પંચાયત સભ્યો, ધારાસભ્ય તથા વિશાળ સંખ્યામાં સામાજિક કાર્યકરો હાજર રહી કાર્યકમને સફળ બનાવ્યો હતો.
આ ઉપરાંત દુકાનદારો, નાના મોટા વેપારીઓ, અને ખાનગી વિદ્યાર્થીઓએ હાજરી આપી KEG નાં કાર્યોને વધાવ્યું હતું. શિક્ષણ માટે સહયોગ કરવાનો દરેક હોદ્દેદારોએ પ્રતિબદ્દ્તા વ્યક્ત કરી હતી. પરીણામ સ્વરૂપે આજે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે જરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદ મળી રહી છે.
-: Office Address :-
Kaprada Education Group Trust
Sh. Ganeshbhai J. Bhoya
Kaprada, Hati Faliya
Ta.Kaprada, Distt.Valsad
Gujarat -396126
E-mail- kaparadaeducationgrouptrust@gmail.com
follow on social media