Kaprada Education Group
પ્રસ્તાવના-
કપરાડા જેવા પછાત ગણાતા વિસ્તારના યુવક / યુવતીઓ સરકારી નોકરીમાં જોડાઈ તે હેતુથી તાલુકાના સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ ભર્ગા થઇને વર્ષ - ૨૦૨૨ માં એક ટ્રસ્ટની રચના કરી. જેને "કપરાડા એજયુકેશન ગૃપ" ના નામે નામના મળી.
આ ગૃપ દ્વારા "બિરસા મુંડા લાઈબ્રેરી" ની સ્થાપના કરવામાં આવેલ છે. તથા સ્પર્ધાત્મક પરીક્ષાના મફત કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે. કપરાડા અને ધરમપુર તાલુકાના ઘણાં વિદ્યાર્થીઓ KEG નાં માધ્યમથી વિનામૂલ્યે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. જેમાં વર્ષ - ૨૦૨૨ માં ૨૨ ( બાવીસ ) ઉમેદવારો સરકારી નોકરી મેળવવામાં સફળ પણ થયા છે.
આપે જન્મદિવસે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સહયોગ કરીને શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. આપનું આયુષ્ય તંદુરસ્ત રહે, આપનો પરિવાર હમેંશા ખુશ રહે એવી અભ્યર્થના...!!!
શૈક્ષણિક કાર્ય માટે કરેલ કાર્ય સદૈવ અન્યો માટે પ્રેરણારૂપ રહશે.
#ThanksForSupportKEG
About Us
સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે તે હેતુથી નવેમ્બર 2021 માં કપરાડા એજ્યુકેશન ગૃપ ની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં તાલુકાના મહત્તમ અધિકારીઓ તથા કર્મચારીઓ સીધી રીતે જોડાયેલા છે. તથા ઘણા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ અને લાઈબ્રેરીનો વિનામૂલ્ય ઉપયોગ કરી રહ્યા છે.
● ઉદ્દેશ્ય:-
પછાત અને આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના આસપાસ વિસ્તારના ધોરણ 12 પાસ કે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ મેળવી શકતા નથી, તેવો મોંઘીથી ભરીને મોટા શહેરોમાં જઈ શકતા નથી, આવા વિદ્યાર્થીઓને તાલુકાના મુખ્ય મથકે સરકારી નોકરીની તૈયારી માટેનું પ્લેટફોર્મ મળી રહે તે આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ છે.
● પ્રવૃતિઓ:-
ક્લાર્ક, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, ગ્રામસેવક, વનરક્ષક તથા ટેટ અને ટાટ જેવી પરીક્ષાની તૈયારી ગ્રુપ દ્વારા કરાવવામાં આવે છે. જેમાં મોક ટેસ્ટ, ફિઝિકલ તાલીમ, શૈક્ષણિક સેમિનાર, કોચિંગ ક્લાસ, અંગ્રેજી ટ્યુશન ક્લાસ, વૃક્ષારોપણ અને નોટબુક વિતરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
● પરિણામ:-
કપરાડા એજ્યુકેશન ગ્રુપના માધ્યમથી પ્રથમ વર્ષે કુલ 22 વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. સફળ થયેલ ઉમેદવારો પૈકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર- 1, ગ્રામ સેવક- 1, ક્લાર્ક- 2, અને પોલીસ કોન્સ્ટેબલ- 18 દ્વારા સમસ્ત તાલુકામાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેના કારણે વધુને વધુ સંખ્યામાં નવા વિદ્યાર્થીઓ KEG સાથે જોડાઈ રહ્યા છે.
● મેનેજમેન્ટ:-
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે થતી આ તમામ પ્રવૃત્તિઓ લોકફાળા દ્વારા સફળ થઈ રહી છે. ટેબલ - ખુરશી, બેન્ચીસ, લેપટોપ અને કબાટ જેવી ભૌતિક સાધન સામગ્રી દાનરૂપે મળી રહી છે. આ ઉપરાંત લાઇબ્રેરી માટે પુસ્તકો પણ દાન દ્વારા મળી રહ્યા છે. જેનો સીધો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત જન્મદિવસ પુણ્યતિથિ અને લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોએ લોકો સ્વૈચ્છિક દાન આપી રહ્યા છે. આ દાતાઓનું પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી વધારવામાં આવે છે.
● ભવિષ્યનું આયોજન અને હાલની જરૂરીયાત:-
કપરાડા ખાતે કાયમી ધોરણે કોચિંગ ક્લાસ સેન્ટર સ્થાપવાની દિશામાં ગ્રુપ કામ કરી રહ્યું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષણની સાથે - સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાના વિદ્યાર્થીઓ માટે પણ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા પાયાના વિષયોના કોચિંગ ક્લાસ શરૂ કરવા ગ્રુપ પ્રતિબંધ છે.
આ શૈક્ષણિક કાર્યો માટે કાયમી મકાન અને ડોનેશનની નિશ્ચિત રકમની જરૂર રહેલ છે. આ હેતુઓ પૂર્ણ કરવા માટે ગ્રુપ અપેક્ષિત દાતાઓનો સંપર્ક કરીને સહયોગ મેળવવા પ્રયત્ન કરી રહેલ છે.
Type Of Donation
આપ અને આપના પરિવારમાં આવતા જન્મદિવસ, લગ્ન પ્રસંગ, લગ્નની વર્ષગાંઠ, નોકરીમાં પ્રમોશન, નવી ગાડી / કારની ખરીદી, નવા દુકાનના શુભારંભ, શ્રદ્ધાંજલિ, પુણ્યતિથિ વગેરે પ્રસંગે KEG ને સહયોગ આપી સુખ - દુઃખની ઉજવણી કરી શકો છો. KEG ના દરેક શૈક્ષણિક કાર્યો આર્થિક સહયોગ અને લોકફાળાથી જ ચાલી રહ્યા છે.
-: Office Address :-
Kaprada Education Group Trust
Sh. Ganeshbhai J. Bhoya
Kaprada, Hati Faliya
Ta.Kaprada, Distt.Valsad
Gujarat -396126
E-mail- kaparadaeducationgrouptrust@gmail.com
Follow On Social Media